કાઠિયાવાડી સ્ટાઈલમાં મેથી બટાકાનું શાક બનાવવાની રેસીપી


By Dimpal Goyal22, Dec 2025 03:49 PMgujaratijagran.com

મેથી બટાકા નું શાક

બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે.

સામગ્રી

સમારેલી લીલી મેથી 2-3 કપ, સમારેલા બટાકા, તેલ 2-3 ચમચી,જીરું 1/2 ચમચી,હળદર: 1/4 ચમચી, લાલ મરચું પાઉડર 1/2 - 1 ચમચી, ધાણાજીરું 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ.

મેથીને પાણીથી ધોઈ લો

સૌ પ્રથમ સમારેલી મેથીને પાણીથી ધોઈ લો અને પછી તેને ચારણીમાં નાખીને વધારાનું પાણી નિતારી લો અને બાજુમાં મૂકી દો.

વઘાર કરો

એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે સમારેલા બટાકા ઉમેરી મિક્સ કરો.

બટાકા ચડવા દો

બટાકામાં થોડું મીઠું અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી ઢાંકી દો. બટાકા નરમ થાય ત્યાં સુધી (આશરે 7-8 મિનિટ) ધીમા તાપે ચડવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

મસાલા ઉમેરો

બટાકા ચડી જાય પછી ઢાંકણ ખોલી હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.

મેથી ઉમેરો

હવે સમારેલી લીલી મેથી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. મેથીમાંથી પાણી છૂટશે, તેને બળી જાય અને શાક સુકું થઈ જાય ત્યાં સુધી (લગભગ 5-7 મિનિટ) પકાવો.

પીરસો

ગરમાગરમ મેથી બટાકાનું શાક રોટલી, ભાખરી કે પરાઠા સાથે પીરસો.

વાંચતા રહો

અનવની રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરે નાસ્તા માટે બનાવો ટેસ્ટી ઢોકળા, નોંધી લો રેસિપી