કેરીને ખાતા પહેલા પાણીમાં કેમ પલાળી રાખવી જરૂરી છે?


By Jivan Kapuriya2023-05-15, 14:51 ISTgujaratijagran.com

જરૂરી વાત

કેરીને પકાવવા માટે ઘણા પ્રકારના કેમિકલનો ઉપયોગ થયો હોય શકે છે. કેમિકલને સાફ કરવા માટે પાણીમાં પલાળી રાખવી જરૂરી છે. આવો જોણીએ પાણીમાં પલાળ્યા બાદ કેરી ખાવાના ફાયદા...

ઝેરી પદાર્થ દૂર કરવા માટે

કેરી પર સેપ ઓઈલ લગાવવામાં આવે છે, જે બળતરાનું કારણ બની શકે છે. આ તેલ હટાવવા માટે કેરીને પાણીમાં પલાળી રાખવી જોઈએ.

શરૂરીમાં ગરમી નહીં થાય

કેરી ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન થાય છે. તેનું કારણ કેરીમાં ફાઈટિક એસિડ હોય છે. જો તમે થોડીવાર કેરીને પાણીમાં પલાળી રાખો તો તે એસિડ દૂર થઈ જાય છે.

ખીલથી છૂટકારો

સામાન્ય ફરિયાદ છે કે કેરી ખાવાથી ખીલ થાય છે. કેરીને પાણીમાં પલાળીને ખાવાથી આ સમસ્યા દૂર થાય છે.

પાચન માટે સારી

પલાળીને ખાવાથી કેરી પર રહેલી ગંદકી દૂર થાય છે અને પાચનમાં અવરોધ આવતો નથી.

પિત અસંતુલિત નહીં થાય

કેરી તમારું પિત અસંતુલિત કરી શકે છે. પણ કેરીને પાણીમાં પલાળી ખાવાથી આ સમસ્યા નહીં થાય.

જો તમને ગુજરાતી જાગરણની આ માહિતી ગમી હોય તો શેર કરો.

ગરમીમાં કેરીનો રસ પીવાનાં ફાયદા