કિચન સિંકની દૂર્ગંધને સરળતાથી કરો દૂર


By Jivan Kapuriya2023-05-15, 12:53 ISTgujaratijagran.com

કામની વાત

કિચનમાં ગંદકી થવી સ્વાભાવિક છે. પંરતુ કિચન સિંકની ગંદકીને સરળતાથી દૂર કરવાની ટિપ્સ ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

બેકિંગ સોડા

તમે બેકિંગ સોડાથી સ્ટીલના સિંકને સાફ કરી શકો છો. સિંકમાં ખાવાનો સોડા છાંટો અને 5 મિનિટ પછી બરાબર તેને સાફ કરો. તેનાથી સિંક સાફ થશે અને દુર્ગંધ પણ દૂર થશે.

ખોરાકને જમા ન થવા દો

વધેલો ખોરાક સમાન્ય રીતે સિંકમાં પડ્યો રહે છે તેનાથી દૂર્ગંધ આવે છે અને સિંક ખરાબ થાય છે. તો વધેલો ખોરાક હંમેશા ડસ્ટબિનમાં નાંખો.

આ રીતે બનાવો સુગંધિત

સિંકને ઘણી વખત સાફ કર્યા પછી પણ તેમાંથી દુર્ગંધ આવે છે. આવી સ્થિતિમાં, નારંગીની છાલને સિંક પર ઘસો અને પછી ગરમ પાણીથી ધોઈ નાંખો.

નેપ્થાલિનની ગોળી મૂકો

વરસાદમાં સિંકમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે તમે સિંકમાં નેપ્થાલિનની ગોળી પણ મૂકી શકો છો. જેના કારણે સિંકમાંથી આવતી દુર્ગંધ પણ દૂર થઈ જશે અને કીડા પણ નહીં રહે.

આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે

આ કંપનીએ IPO બાદ ત્રણ વખત આપ્યા બોનસ શેર