બપોરના ભોજન કર્યા પછી તરત જ દરેક વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે.આ તકે દરેક વ્યક્તિ સૌથી વધુ આળસ અનુભવે છે,ચાલો જાણીએ કે આપણને બપોરે શા માટે ઊંઘ આવે છે?
બપોરના ભોજન પછી લોહીમાં ગ્લુકોઝ વધે છે અને પછી તે સામાન્ય સ્તર પર આવે છે ત્યારે મગજ અને સ્નાયુઓ માટે ઊર્જાનો થોડો અભાવ થવાના કારણે ઊંઘ આવવા લાગે છે.
લંચમાં ભાત,પાસ્તા,બ્રેડ કે અન્ય હાઈ ગ્લુકોઝવાળું ભોજન લીધું હોય તો તેનાથી બ્લડ સુગર ઝડપથી વધે છે.તેનાથી એનર્જી ઓછી થાય છે અને ઊંઘ આવે છે.
વધુ ખોરાક ખાવાથી તેને પચાવવા માટે વધુ શક્તિની જરૂર પડે છે અને પાચનતંત્રને ખોરાકને પચાવવા માટે વધુ લોહીની જરૂર પડે છે જેના કારણે મગજમાં ધીમીગતિએ લોહી પહોંચે છે જેના કારણે ઊંઘ આવે છે.
ઘણીવાર ભોજન લીધા પછી સેરોટોનિન ઝડપથી ઉત્પન્ન થાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવે છે.
બપોરનું ભોજન ભારે મસાલા અને તેલવાળું લેવાથી તેને પચાવવા માટે પેટને વધુ મહેનત કરવી પડે છે અને શરીર સુસ્ત થઈ જાય છે જે ઊંઘનું સાચું કારણ છે.
દિવસમાં પૂરતું પાણી ન પીવાથી તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે, આ કારણે તમે નબળાઇ અને થાક અનુભવી શકો છો અને ઊંઘી આવે છે.
ઘણા લોકો બપોરે વધારે પડતું ભોજન લેતા હોવાથી શરીર સુસ્ત બને છે અને ઊંઘ આવે છે.
સ્ટોરી ગમે તો લાઈક અને શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.