સૌથી ગંદુ ગેસ બર્નર મિનિટોમાં સાફ થઈ જશે, આ વસ્તુનો ઉપયોગ કરો


By Smith Taral11, Jun 2024 12:02 PMgujaratijagran.com

ગેસ સ્ટવનો ઉપયોગ રસોઈ બનાવવા દિવસમાં ઘણી વાર કરવામાં આવતો હોય છે અને તે ઝડપથી ખરાબ પણ થઈ જાય છે. ઘણી વખત રસોઈ બનાવતી વખતે બર્નર પર તેલ અથવા ગ્રેવી પડે છે જેથી બર્નરના છિદ્રો બ્લોક થઈ જાય છે અને આગની જ્યોત ઓછી થઈ જાય છે. આવો જાણીએ તેને સાફ કરવાની સરળ રીત વિશે

લીંબુ અને ઈનો

લીંબુમા રહેલું એસિડીક તત્વ જીદ્દી ડાઘને સરળતાથી દૂર કરે છે. ગેસ બર્નરને સાફ કરવા માટે એક વાસણમાં ગરમ ​​પાણી લઈ તેમાં લીંબુનો રસ અને ઈનો ઉમેરો.

ટૂથબ્રશથી સ્ક્રબ કરો

હવે આ તૈયાર લીક્વીડમાં બર્નરને બે કલાક સુધી ડુબોળી રાખો. ત્યાપછી તેને સાબુની મદદથી અથવા ડીશ વોશરથી જૂના ટૂથબ્રશથી બર્નરને સ્ક્રબ કરી લો અને પાણીથી સારી રીતે ધોઈ તડકામા સુકવવા મુકી દો

પાણી અને વિનેગર

પાણી અને વિનેગર વિનેગરથી બર્નરને સાફ કરવા માટે ઉપયોગી વસ્તુઓ છે. આ માટે એક વાસણમાં પાણી અને વિનેગર મિક્સ કરી તેમાં ખાવાનો સોડા ઉમેરો અને બર્નરને એકથી બે કલાક પલાળી રાખો. ત્યારપછી તેને ડીશ વોશરથી જૂના ટૂથબ્રશ મદદથી સ્ક્રબ કરો.

નોંધ

જ્યારે પણ તમે કોઈપણ રસાયણનો ઉપયોગ કરો છો, ત્યારે સાવચેત રહો અને હંમેશા મોજા પહેરો.

બાથરૂમની ડોલ કાળી થવા લાગી છે, આ ટ્રિક્સથી સાફ કરવાથી ફરી ચમકશે