મોટાભાગના લોકો બાથરૂમમાં પ્લાસ્ટિકની ડોલનો ઉપયોગ કરતા હોય છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી તેની ચમક ગાયબ થવા લાગે છે, અને રંગહીન થઈ જાય છે. આ સ્ટોરી અમે તમને જણાવીશું કે તમે બાથરૂમની કાળી ડોલ કેવી રીતે સાફ કરી શકો છો.
કાળી અથવા ગંદી થઈ ગયેલી ડોળ અને ટબને તમે ખાવાના સોડા સરળતાથી સાફ કરી શકો છો. આ માટે ખાવાના સોડાને ડોલમાં નાખીને સારી રીતે સ્ક્રબ કરીને કાળાશને સાફ કરી શકો છો.
બાથરૂમની ડોલની ચમક પાછી લાવવા માટે લીંબુ પણ ઉપયોગી નીવડે છે. આ માટે એક ડોલમાં લીંબુવાળું પાણી નાખીને 10-15 મિનિટ સુધી રહેવા દો. ત્યારપછી તેને બહાર કાઢીને પાણીથી ધોઈ લો.
બ્લીચીંગ પાઉડર કાળી ડોલને સાફ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. આ માટે પાણીમાં બ્લીચીંગ પાવડર મિક્સ કરીને તેની પેસ્ટને ડોલમાં લગાવી લો, થોડી વાર તેમ રહેવા દઈ તેને પાણીથી સારી રીતે ધોઈ લો
શિયાળામાં ઘણા લોકો પ્લાસ્ટિકની ડોલમાં સળિયો મૂકીને પાણી ગરમ કરે છે, જેનાથી પણ ડોળ કાળી થઈ જાય છે આવામાં વિનેગરથી તમે તેને સાફ કરી શકો છો. આ માટે પહેલા ડોલને ભીની કરી લો, પછી તેમાં થોડું વિનેગર નાખી તેમા લિક્વિડ ડિટર્જન્ટ ઉમેરીને સારી રીતે સાફ કરી લો