ખરાબ જીવનશૈલી અને વધતા પ્રદૂષણના કારણે પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. પરંતુ એ સિવાય પણ પુરુષો દ્વારા થતી કેટલી ભૂલોને કારણે પણ વાળ ખરવાની સમસ્યા થાય છે. આ ભૂલો વિશે જાણીએ.
હેર ડ્રાયરનો વધારે માત્રામાં ઉપયોગ કરવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. વાળને સતત ગરમ હવા મળવાથી તેમાં રહેલું પ્રોટીન ઓછું થાય છે અને વાળ કમજોર બનતા જાય છે.અંતે તે ખરવાનું ચાલુ કરે છે.
પાણી પીવું એ વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પાણી આપણા શરીર માંથી બેક્ટેરિયા અને વાયરસને ખતમ કરવાનું કામ કરે છે, જેનાથી વાળ મજબૂત બને છે.
ધૂમ્રપાન પણ વાળ ખરવાની સમસ્યાનું મુખ્ય કારણ બની શકે છે. ધૂમ્રપાન કરવાથી માથાના ભાગમાં યોગ્ય રીતે લોહીનું પરિભ્રમણ થઇ શકતું નથી જેનાથી વાળ તૂટવા લાગે છે.
માથાના ભાગને યોગ્ય સાફ ન રાખતા તેમાં ચેપ અને ખોળો થવાની સમસ્યા થાય છે, જેનાથી વાળ ખરવા લાગે છે. તેથી રોજ વાળને ધોવા જરૂરી છે.
ક્યારેય ભીના વાળ પર કાંસકો ન ફેરવવો ન જોઈએ. ભીના વાળ પર કાંસકો ફેરવવાથી વાળ ખરવાનું જોખમ વધી જાય છે. જેથી પહેલા વાળને સુકાવા દેવા જરૂરી છે.