વધારે પ્રમાણમાં કિશમિશ ખાવાથી થઈ શકે છે આ 5 નુક્સાન


By Sanket M Parekh12, Nov 2023 04:16 PMgujaratijagran.com

કિશમિશ

કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. જો કે વધારે પ્રમાણમાં કિશમિશનું સેવન કરવાથી નુક્સાન પણ થઈ શકે છે.

વજન વધવાની સમસ્યા

કિશમિશમાં ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝનું પ્રમાણ વધારે મળી આવે છે. જેને વધારે ખાવાથી વજન વધવા લાગે છે.

પાચન સમસ્યા

કિશમિશમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી આવે છે. જેને વધારે પ્રમાણમાં ખાવાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

ડાયાબિટીસની સમસ્યા

કિશમિશમાં ટ્રાઈગ્લિસરાઈડ્સનું પ્રમાણ હોય છે. જેને ખાવાથી ડાયાબિટીશ અને ફેટી લિવર જેવી સમસ્યાનો ખતરો વધી જાય છે.

એલર્જીની સમસ્યા

જો તમે એલર્જીની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે કિશમિશ ખાવાનું ટાળવું જોઈએ. જેનાથી સ્કિનમાં એલર્જીની સમસ્યા થઈ શકે છે.

શ્વાસની સમસ્યા

જો તમે વધારે પ્રમાણમાં કિશમિશનું સેવન કરો છો, તો શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. જેનાથી બચવા માટે પુરતા પ્રમાણમાં કિશમિશનું સેવન કરવું જોઈએ.

કેટલા કિશમિશ ખાવા જોઈએ?

દરરોજ માત્ર 5 થી 10 કિશિમિશનું સેવન કરવાથી જ શરીર હેલ્ધી રહે છે.

ધૂમ્રપાન છોડ્યા પછી શરીરમાં જોવા મળે છે આ 5 બદલાવ