ધૂમ્રપાન કરવાથી કેન્સર અને ફેફસા સબંધિત બીમારીઓ થવાનું જોખમ અનેક ઘણું વધી જાય છે. ધૂમ્રપાનની આદત છોડવી બઉ જ મુશ્કેલ છે પરંતુ જો એ છૂટી જાય તો થોડા જ સમયમાં શરીરમાં કેટલાક સારા બદલાવ જોવા મળે છે. ચલો એ બદલાવ વિશે જાણીએ.
એક્સપર્ટ શ્રુતિ અગ્રવાલના પ્રમાણે ધૂમ્રપાન છોડયાના 20 મિનિટ પછી શરીરમાં કેટલાક બદલાવ આવે છે તથા તમે પહેલા કરતા વધારે સ્વસ્થ અનુભવો છો
ધૂમ્રપાન છોડ્યા ના 48 કલાક પછી જ શરીર માંથી નિકોટિન પૂરી રીતે ખતમ થઇ જાય છે. આ ઉપરાંત શરીરમાં કાર્બન મોનોક્સાઇડની માત્રા પણ ઓછી થવા લાગે છે, જેનાથી ફેફસા સાફ થાય છે.
ધૂમ્રપાન છોડ્યા ના 20 મિનિટ પછી જ બ્લડ પ્રેશર સામાન્ય થઇ જાય છે. જયારે 5 કલાકમાં શરીરમાંથી નિકોટિન અને કાર્બન મોનોક્સાઇડની સંખ્યા ઓછી થઇ જાય છે, જેનાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રીતે થવા લાગે છે.
ધૂમ્રપાન છોડવાથી ફેફસાની સ્થિતિમાં સુધારો જોવા મળે છે. જણાવી દઈએ કે સતત છ મહિનાસુધી સ્મોકિંગ ન કરવાથી ફેફસાની કાર્યક્ષમતા 30 ટકા વધી જાય છે.
ધૂમ્રપાન છોડવાથી શ્વસન પ્રક્રિયા સારી રીતે કામ કરવા લાગે છે, જેનાથી ખાંસી અને કફની સમસ્યાઓમાં રાહત મળે છે.