ખાનગી સેક્ટરની બેંકો અને વિદેશી બેંકોમાં કામકાજને લગતા સંચાલન મજબૂત કરવના ઉદ્દેશથી RBIએ યોગ્ય દિશા નિર્દેશ આપ્યા છે.
આ માટે પૂર્ણકાલિન નિર્દેશકની નિમણૂંક કરવા સૂચના આપી છે. સામાન્ય રીતે બેંકોએ પૂર્ણકાલિન નિર્દેશકની નિમણૂંક માટે બેન્કિંગ નિયામકની મંજૂરી મેળવવાની રહે છે.
ઈન્ડસઈન્ડ બેંક, તમિલનાડુ માર્કેન્ટાઈલ બેંક, સીએસબી બેન્ક સહિત કેટલીક બેન્કોમાં બે પૂર્ણકાલિન નિર્દેશક નથી.વિદેશી બેંકોના પૂર્ણ માલિકીવાળા યુનિટમાં એસબીએમ બેંકમાં એક પૂર્ણકાલિન નિર્દેશક છે.
બેન્કના બોર્ડે બેંકના પરિચાલન આકાર, વ્યવસાયની જટિલતા તથા અન્ય આવશ્યક સામગ્રીઓને ધ્યાનમાં રાખી પૂર્ણકાલિન નિર્દેશકોની સંખ્યા અંગે નિર્ણય કરવો જોઈએ.