◬ કાચા કેળા-3 ◬ ખાંડ- અડધો કપ ◬ ઘી- 3 ચમચી ◬ દૂધ- 2 કપ ◬ ડ્રાય ફ્રૂટ્સ- અડધો કપ ◬ ઈલાયચી- અડધી ચમચી
કાચા કેળાનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ કેળાને છોલી દો. હવે કૂકરમાં એક કપ પાણી નાંખીને કેળાને બાફવા મૂકો.
ઠંડુ થયા બાદ કેળાને કૂકરમાંથી બહાર નીકાયો. જે બાદ બાફેલા કેળાને સારી રીતે મેશ કરી દો.
હવે એક કડાઈમાં થોડું ઘી નાંખીને તેને ગરમ થવા દો. જે બાદ તેમાં કાચા કેળાની મેશ નાંખી દો અને થોડીવાર સુધી શેકાવા દો.
કેળાને લગભગ 4-5 મિનિટ સુધી શેકો અને પછી તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરીને ગાઢ થાય ત્યાં સુધી ગરમ થવા દો.
હલવાને ધીમે-ધીમે હલાવતા રહો, જેથી તે કડાઈમાં ચોંટે નહીં. હવે તેમાં ઈલાયચી નાંખી દો, જેથી તેનો સ્વાદ હલવામાં ના આવે. હવે ગેસને બંધ કરી દો.
કાચા કેળાના હલવાને ગાર્નિશ કરવા માટે તેના પર ડ્રાય ફ્રૂટ્સ નાંખો. હવે આ રીતે ઘરે જ કાચા કેળાનો હલવો બનાવી શકો છો.