Rava Sheera Recipe: રવાનો શીરો બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi29, Aug 2024 10:53 AMgujaratijagran.com

રવાનો શીરો

સત્યનારાયણ ભગવાનના પ્રસાદમાં આ રવાનો શીરો બનાલવામાં આવે છે, પરતું ઘણા લોકોથી આ શીરો પરફેક્ટ બનતો નથી, નોંધી લો આ રેસીપી.

સામગ્રી

રવો,ઘી,દૂધ,સાકર,બદામ,કાજુ-કિસમિસ,એલચીનો પાવડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક નોન-સ્ટીક પેનમાં ઘી નાખીને ગરમ કરી પછી તેમાં રવો ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-2

હવે થોડીવાર ધીમા ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રવાને શેકી લો.

સ્ટેપ-3

હવે તેમાં શેકેલ રવામાં દૂધ,ગરમ પાણી અને સાકર નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે તેમાં સમારેલ કાજુ-કિસમિસ,બદામ,પિસ્તા,અખરોટ વગેરે ડ્રાયફ્રૂટ ઉમેરીને મિક્સ કરો.

સર્વ કરો

હવે તેમાં ઈલાયચી પાવડર અને કેસર ગાર્નિશ કરીને ગરમાં-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sev Tameta Nu Shaak: કાઠીયાવાડી સ્ટાઈલમાં ઘરે બનાવો ટેસ્ટી સેવ ટમેટાનુ શાક