Sev Tameta Nu Shaak: કાઠીયાવાડી સ્ટાઈલમાં ઘરે બનાવો ટેસ્ટી સેવ ટમેટાનુ શાક


By Vanraj Dabhi29, Aug 2024 10:33 AMgujaratijagran.com

સેવ ટમેટાનુ શાક

સેવ ટમેટાનું શાક એક ખાટુ મીઠું લોકપ્રિય ગુજરાતી શાક છે જે ટમેટા,સેવ,ડુંગળી અને અન્ય મસાલાઓ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.આજે આ શાકને કાઠિયાવાડી સ્ટાઈલમાં બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

ટમેટાં,સેવ,જીરું,રાઈ,ડુંગળી,આદું-લસણની પેસ્ટ,લીલું મરચું,ખાંડ,લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું,ગરમ મસાલા,કોથમીર,તેલ,મીઠું સ્વાદ અનુસાર,પાણી.

સ્ટેપ-1

એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું નાખીને ડુંગળી,આદું-લસણની પેસ્ટ,કાપેલું લીલું મરચું ઉમેરીને સાંતળો.

સ્ટેપ-2

હવે તેમાં કાપેલા ટમેટાં, મીઠું,ખાંડ અને હળદર નાખીને 2 મિનિટ પકાવો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું પાણી ઉમેરીને 4-5 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં લાલ મરચું પાઉડર,ગરમ મસાલા પાઉડર,ધાણાજીરું અને સેવ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તેમાં કોથમરી ગાર્નિશ કરીને તમે તેને રોટલી,થેપલા કે પરોઠા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી ટેસ્ટી અને યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Motichoor Ladoo Recipe: ગણેશ ચતુર્થી પર ઘરે બનાવો મોતીચુરના લાડુ