ગણપતિ બાપ્પાને મોતીચૂરના લાડુ ખૂબ જ પસંદ છે, ચાલો જાણીએ મોતીચૂરના લાડુ બનાવવાની પરફેક્ટ રેસીપી.
ચણાનો લોટ,ઘી,ખાવાનો સોડા,લીલી એલચી,ફૂડ કલર,ખાંડ,પાણી.
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ,ઓરેન્જ ફ્રૂટ કલર,ખાવાનો સોડા અને થોડું પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરી લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી બુંદી બનાવવાનો જારો મૂકીને મિશ્રણ રેડો અને બુંદી પાડીને ધીમા ગેસ પર ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
હવે એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી મિશ્રણને ઉકાળીને ચાસણી બનાવી લો.
હવે ચાસણીને ઠંડી થવા દો પછી તેમાં એલચી પાવડર નાખી તૈયાર કરેલ બુંદી છે તેને ચાસણીમાં ઉમેરીને મિક્સ કરી લો.
હવે મિશ્રણમાંથી નાના-નાના લાડુ બનાવી તેની પર બદામ-પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.