Poha Chilla Recipe: નાસ્તા માટે સોજી પૌવાના પુડલા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi27, Aug 2024 05:44 PMgujaratijagran.com

સોજી પૌવાના પુડલા

પુડલા ખાવા દરેકને પસંદ હોય છે, તમે ચણાના લોટના પુડલા ખાધા હશે, આજે અમે તમને નાસ્તા માટે યુનિક પુડલાની રેસીપી જણાવીશું.

સામગ્રી

સોજી, પૌવાનો લોટ, પનીર, દહીં, કોબીજ, કેપ્સીકમ, કોથમરી, લીલા મરચા, આદુ, મીઠું, તેલ, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં પૌવા પલાળી પછી એક મિક્સ જારમાં રવો,પૌવા, દહીં, આદુ-મરચા અને પાણી નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બધા મસાલા ઉમેરીને મિક્સ કરી બેટર બનાવી લો.

સ્ટેપ-3

હવે એક તવો ગરમ કરી તેની ઉપર ચમચા વડે બેટર ફેલાવીને પુડલો બનાવો.

સ્ટેપ-4

હવે તેની ઉપર એક ચમચી તેલ નાખીને બંને બાજુ પુડલાને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે સોજી પૌવાના પુડલા, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Mix Veg Bhajiya Recipe: ચોમાસામાં ઘરે ટ્રાય કરો મિક્સ વેજ ભજીયાની રેસીપીો