જન્માષ્ટમી પર પ્રસાદમાં રવા કેસર હલવો કેવી રીતે બનાવવો, ચાલો જાણીએ


By Vanraj Dabhi05, Sep 2023 03:32 PMgujaratijagran.com

જાણો

જન્માષ્ટમી પર તમે રવા કેસરી હલવો બનાવીને ભગવાન કૃષ્ણને અર્પણ કરી શકો છો. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે, આવો જાણીએ.

સામગ્રી

રવો 1 કપ,ખાંડ સ્વાદ મુજબ,ઘી અડધો કપ,કેસર 2-3 દોરા,દૂધ 1 કપ,નારંગી ફુડ કલર 2-3 ટીપા,કાજુ-કિસમિસ-બદામ અડધો કપ ઝીણી સમારેલ.

સ્ટેપ-1

રવા કેસરી હલવો બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી ગરમ કરો ત્યાર બાદ તે પેનમાં ઘી નાખીને ગરમ કરો.

સ્ટેપ-2

હવે પેનમાં સોજી નાખો અને થોડું ગોલ્ડ થાય ત્યાં સુધી ફ્રાય કરો, યાદ રાખો કે ધીમાં ગેસ પર પકાવો.

સ્ટેપ-3

હવે તમાં કેરસ દૂધ અને પાણીને નાખીને પકાવો, ઉપર ફુડ કલર નાખી અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-4

હવે તેમાં સ્વાદ મુજબ ખાંડ નાખીને મિક્સ કરો અને પછી ડ્રાય ફ્રુટ્સને એક અલગ પેનમાં ઘી સાથે ફ્રાય કરીને મિક્સ કરો.

સર્વ કરો

તૈયાર છે રવા કેસરીનો હલવો, તમે તેને ભગવાન કૃષ્ણને પણ અર્પણ કરી શકો છો અને પ્રસાદની જેમ લોકોમાં વહેંચી શકો છો.

ટિપ્સ

રવા કેસરી હલવો બનાવવા માટે ફુડ કલરને બદલે દૂધમાં વધુ કેસરી દોરા નાખીને 1-2 કલાક રહેવા અને પછી તે જ દૂધથી હલવો બનાવો.

વાંચતા રહો

તમે પણ જન્માષ્ટમી પર રવા કેસરીનો હલવો બનાવો, રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સત્તુના લાડવા ઘરે કેવી રીતે બનાવવા, ચાલો જાણીએ