રવો- 1 કપ , દહી- 1 કપ , બેકિંગ સોડા- 3 4 ચમચી , રાઈ- 1 ચમચી , મીઠો લીમડો- 7, લીલી કોથમીર- જરૂરિયાત મુજબ, તેલ- 1 ચમચી, મીઠુ સ્વાદ અનુસાર
રવા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં રવો અને દહી નાંખીને તેને બરાબર રીતે મિક્સ કરી લો.
હવે આ મિશ્રણમાં લીલા મરચાની પેસ્ટ, આદુ અને સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરી લો. આ મિશ્રણને પેસ્ટ જેમ તૈયાર કરીને અડધા કલાક સુધી રાખી મૂકો.
હવે આ મિશ્રણમાં ચપટી બેકિંગ સોડા નાંખીને બરાબર હલાવી દો.
હવે એક વાસણમાં ઢોકળાના બેટરને નાંખીને લગભગ 12 મિનિટ સુધી ગરમ કરો. હવે ઠંડુ થયા બાદ તેને એક બાઉલમાં કાઢો.
તૈયાર ઢોકળામાં વગાર કરવા માટે એક વાસણમાં તેલ ગરમ કરો. જે બાદ તેમાં રઈ અને મીઠો લીમડો નાંખો.
હવે આ વગારને ઢોકળા ઉપર ભભરાવો. છેલ્લે ઢોકળા પર લીલી કોથમીર નાંખીને ગાર્નિશ કરો.