નાસ્તામાં સોજીથી બનાવો આ 7 હેલ્ધી રેસિપી


By Sanket M Parekh20, Jun 2023 04:07 PMgujaratijagran.com

ઈડલી

નાસ્તા માટે ઈડલી પરફેક્ટ ડીશ છે. જેને બનાવવા માટે દહી, સોજી અને ચપટી બેકિંગ સોડાની જરૂર પડશે. સોજીથી તમે ફટાફટ ઈડલી તૈયાર કરી શકો છો.

ઉપમા

ઉપમા એક હેલ્ધી અને ટેસ્ટી રેસિપી છે. જેને ગાજર, ટામેટા, કાજૂ, ઘી અને સોજી વગેરે મિક્સ કરીને બનાવવામાં આવે છે. સોજીના હલવાની જેમ તેને પણ બનાવવામાં આવે છે. આમા માત્ર ખાંડની જગ્યાએ મીઠાનો ઉપયોગ કરવાનો હોય છે.

ઉત્તપમ

ઉત્તપમ અનેક રીતે બનાવવામાં આવે છે. કોઈ અડદની દાળ, તો કોઈ ચોખાથી તો કોઈ સોજીથી ઉત્તપમ બનાવતું હોય છે. તમે પણ સોજીથી ઈન્સ્ટન્ટ ઉત્તપમ બનાવી શકો છો.

ઢોકળા

ઢોકળા બેસન, ચણાની દાળ અને સોજી ત્રણે મિક્સ કરીને બનાવી શકો છો. તમે નાસ્તામાં સોજીના ઢોકળાને ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો. જે ખૂબ જ હેલ્ધી અને સોફ્ટ નાસ્તો હોય છે.

સોજી બૉલ્સ

સોજીના તમે બૉલ્સ બનાવીને સ્ટીમ કરીને સોજી બૉલ્સ બનાવી શકો છો. આ સોજી બૉલ્સનો વગાર કરીને તેને સર્વ કરી શકો છો.

બેસિન પર જામેલી સાબુની ગંદકીને સાફ કરવાની રીત