બેસિન પર જામેલી સાબુની ગંદકીને સાફ કરવાની રીત


By Sanket M Parekh20, Jun 2023 03:56 PMgujaratijagran.com

દરરોજ સફાઈ કરો

જો તમે દરરોજ વૉશ બેસિનની સફાઈ કરશો, તો સાબુની ગંદકી નહીં જામે. તમે ઈચ્છો તો માત્ર પાણીથી પણ સફાઈ કરી શકો છો.

વિનેગારનો ઉપયોગ કરો

વૉશ બેસિનને સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગારની પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્પૉન્જની મદદથી બેસિન પર લગાવો અને 15 મિનિટ બાદ પાણીથી સાફ કરી નાંખો.

ડિશ ડિટરજન્ટ

વૉશ બેસિન પર જામેલ સાબુની ગંદકીને સાફ કરવા માટે ડિશ ડિટરજન્ટ, પાણી અને વિનેગારને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે તેને બેસિન પર સ્પ્રે કરો.

લીંબુ ઉપયોગી નીવડશે

લીંબુથી પણ તમે વૉશ બેસિનને સાફ કરી શકો છો. આ માટે તમારે વૉશ બેસિન પર થોડો બેકિંગ સોડા છાંટવો જોઈએ, જે બાદ તેને લીંબુથી ઘસી નાંખો.

આ વાતનું ધ્યાન રાખશો

હેન્ડવૉશ કરવા માટે તમારે સાબુની જગ્યાએ લિક્વિડ હેન્ડસૉપનો ઉપયોગ કરવો જોઈએ.

સાબુદાનીને સાફ રાખો

વૉશ બેસિનને સાફ રાખવા માટે સાબુદાનીને પણ સાફ રાખવી જરૂરી છે. દર બીજા દિવસે સાબુદાનીને સાફ કરો.

બેસિન પર સાબુ ના રાખશો

મોટાભાગે આપણે સાબુને વૉશ બેસિનની ઉપર જ છોડી દઈએ છીએ, આવું ના કરવું જોઈએ. જેના કારણે પણ બેસિન ગંદુ થઈ જાય છે.

કેરીનું અથાણું નાંખતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો