Kala Chana Nu Shaak: રસાવાળા દેશી ચણાનું ટેસ્ટી અને યમ્મી શાક બનાવવા નોંધી લો રે


By Vanraj Dabhi23, Aug 2024 05:11 PMgujaratijagran.com

દેશી ચણાનું શાક

સાતમ-આઠમ પર દેશી ચણાનું ટેસ્ટી શાક બનાવવું હોય તો આ રેસીપી અત્યારે જ નોંધી લો.

સામગ્રી

કાળા ચણા, હિંગ, જીરું, ધાણાજીરું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, ઘી, નમક.

સ્ટેપ-1

સૌ પ્રથમ કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો.

સ્ટેપ-2

હવે સવારે પ્રેશર કૂકરમાં ચણા, થોડું પાણી, ચપટી નમક નાખીને 4 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં ઘી કે તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરું નાખીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં આમચૂર, ચાટ મસાલો, ધાણાજીરું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં બાફેલા ચણા અને સ્વાદ અનુસાર નમક ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે દેશી ચણાનું ટેસ્ટી શાક, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Food Recipes: સાતમ આઠમ માટે સ્પેશિયલ વાનગીઓનું લીસ્ટ