Khara Shakarpara Recipe: મેંદાના લોટના ખારા શક્કરપારાની રેસીપી


By Vanraj Dabhi23, Aug 2024 12:10 PMgujaratijagran.com

ખારા શક્કરપારા

સાતમ આઠમના તહેવાર પર યુનિક ફરસાણ ટ્રાય કરવા માંગતા હોવ તો તમે આ નમક પારાની રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

મેંદો, રવો, મરીનો પાઉડર, ઘી, તેલ, મીઠું, પાણી.

સ્ટેપ-1

એક કાથરોટમાં મેંદો, રવો,મરીનો પાઉડર, ઘીનું મોણ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને કઠણ લોટ બાંધી લો.

સ્ટેપ-3

હવે લોટમાંથી લૂઆ બનાવીને પછી પાટલા પર રોટલીની જેમ વણી લો.

સ્ટેપ-4

હવે છરી વડે મનપસંદ આકારમાં શક્કરપાર બનાવી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી શક્કરપાર ક્રિસ્પી તળી લો.

સર્વ કરો

તૈયાર છે શક્કરપારાની યુનિક રેસીપી, તમે ઘરે ટ્રાય કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Tikha Thepla Recipe: રાંધણછઠ પર ઘરે ટ્રાય કરો તીખા થેપલા