સાતમ આઠમ દરમિયાન રાંધણ છઠના દિવસે થેપલા બનાવવામાં આવે છે, તમે તીખા કે મીઠા થેપલા બનાવવા માટે આ રેસીપી ટ્રાય કરી શકો છો.
ઘઉંનો લોટ, ગોળ, પાણી, ઘી, લાલ મરચું પાવડર, મીઠું, તલ, અજમો, ઈલાઈચી પાઉડર.
સૌ પ્રથમ એક વાસણમાં ગોળ અને પાણી નાખીને ગોળને ઓગાળી લો.
હવે એક કાથરોટમાં ઘઉંના લોટ,લાલ મરચું પાવડર, મીઠું, તલ, ઈલાઈચી પાઉડર નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં ઘીનું મોણ નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં ગોળ વાળું પાણી નાખીને લોટ બાધી લો.
હવે લોટમાંથી લૂઆ બનાવીને મનપસંદ આકારમાં થેપલા વણી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી થેપલા તળીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.