Meetha Thepla Recipe: રાંધણ છઠ પર ગુજરાતી મીઠા થેપલા બનાવાની રીત


By Vanraj Dabhi23, Aug 2024 11:00 AMgujaratijagran.com

મીઠા થેપલા

સાતમ-આઠમ પર ઘઉંના લોટના ગોળ વાળા થેપલા બનાવવા માટે આ રેસીપી તમને ઉપયોગી થશે.

સામગ્રી

ઘઉંનો લોટ, ગોળ, પાણી, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક વાસણમાં ગોળ અને પાણી નાખીને ગોળને ઓગાળી લો.

સ્ટેપ-2

હવે એક બોઉલમાં ઘઉંના લોટને ચારણી વડે ચાળી લો.

સ્ટેપ-3

હવે તેમાં તેલનું મોણ નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં ગોળ વાળું પાણી નાખીને લોટ બાધી લો.

સ્ટેપ-5

હવે લોટમાંથી લૂઆ બનાવીને પાટલા અને વેલણની મદદથી થેપલા વણી લો.

સર્વ કરો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી થેપલા તલીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Fada Ni Khichdi Recipe: પરફેક્ટ દલીયા ખીચડી ઘરે ટ્રાય કરો