ખીચડી તો બધાએ ખાધી હશે, આજે અપણે ઘઉંના ફાડાની દલીયા ખીચડી બનાવવાની રીત જાણીશું.
ઘઉંના ફાડા, મગની દાળ, ટામેટા, લીલા મરચા, આદુ, બટાકા, કોબીજ, સિંગદાણા, વટાણા, સૂકું લાલ મરચું, તમાલપત્ર, તજ-લવિંગ, મીઠા લીમડાના પાન, રાઈ-જીરું, ઘી-તેલ, મીઠું, કોથમરી, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂ.
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંના ફાડા અને મગની દાળને બે થી ત્રણ વખત પાણીથી ધોઈને પછી તેને પલાળી દો.
સામગ્રીમાં જણાવેલ બધા શાકભાજી સમારીને તૈયાર કરી લો.
હવે એક કૂકરમાં ઘી કે તેલ ગરમ કરીને તેમાં રાઈ-જીરું,તજ,લવિંગ,સૂકું લાલ મરચું,તમાલપત્ર,મીઠા લીમડાના પાન ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં સીંગદાણા અને સમારેલા બધા શાકભાજી ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું ઉમેરીને મિક્સ કરી પછી તેમાં પલાળેલા ઘઉંના ફાળા અને મગની દાળ ઉમેરીને મિક્સ કરી તેમાં થોડું પાણી ઉમેરીને કૂકરની 2 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
હવે તેમાં તેમાં થોડું પાણી ઉમેરીને કૂકરની 2 સીટી થાય ત્યાં સુદી પકાવો અને દલીયા ખીચડી તમે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.