Thepla Recipe: રાંધણ છઠ પર ટ્રાય કરો મેથીના થેપલાની યુનિક રેસીપી


By Vanraj Dabhi22, Aug 2024 05:09 PMgujaratijagran.com

મેથી થેપલા

સાતમ-આઠમ પર મેથીના થેપલા બનાવવા માંગતા હોવ તો, તમે આ રેસીપી ટ્રાય કરો તમારા થેપલા લાંબા સમય સુધી કુણા માખણ જેવા પોચા રહેશે.

સામગ્રી

મેથીના પાન, ઘઉંનો લોટ, લસણ-મરચાની પેસ્ટ, દહીં, મીઠું-મરચું, હળદર, તલ, હીંગ, અજમો, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ મેથીના પાન ધોઈને ઝીણા સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં મેથીના પાન, ઘઉંનો લોટ, લસણ-મરચાની પેસ્ટ, દહીં નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં મીઠુ-મરચું, હળદર, તલ, હીંગ, અજમો ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે તેમાં થોડું પાણી અને તેલ ઉમેરીને લોટ બાંધી લો અને લૂઆ બનાવીને થેપલા વણી લો.

સ્ટેપ-5

હવે એક તવો ગરમ કરી તેની પર થેપલા મૂકી એક ચમચી તેલ નાખીને બંને બાજુ શેકી લો.

સર્વ કરો

તૈયાર છે મેથીના થેપલા, તમે દહીં કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lapsi Recipe: પરફેક્ટ ફાડા લાપસી બનાવવાની રીત