મસાલેદાર રાજમાનુ શાક ઘરે કેવી રીતે બનાવવું, આવો જાણીએ


By Jivan Kapuriya22, Aug 2023 12:13 PMgujaratijagran.com

જાણો

રાજમા ચાવલ હોય કે રાજમા રોટલી એ ખાવામાં ખૂબ જ ટેષ્ટિ લાગે છે. આવો જાણીએ તેને ઘરે સરળતાથી મસાલેદાર રાજમા કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી

રાજમા- 1 કપ,ડુંગળી- 1 સમારેલ,ટામેટાની પ્યુરી - 2કપ,આદુ-લસણની પેસ્ટ-1 ચમચી,લીલા મરચા -2 સમારેલ,જીરું -1 ચમચી, લાલ મરચુ -1 ચમચી,આમચૂર્ણ-1 ચમચી,હળદર-1-2 ચમચી, ધાણા-જીરું પાવડર-1-2 ચમચી,ગરમ મસાલો -1-2 ચમચી,કસ્તુરી મેથી-1 ચમચી,કોથમીર- 2 ચમચી,લવિંગ-4-5,તજ-2 લાકડી,તમાલપત્ર-2.

સ્ટેપ-1

રાજમા બનાવવા માટે આગલી રાતે પલાળીને રાખો અને સવારે કૂકરમાં રાજમા,તમાલપત્ર,મીઠું અને પાણી નાખીને 6 -7 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી અથવા તેલ નાખીને ગરમ કરો અને તેમાં જીરું,તજ,લવિંગ અને સમારેલ ડુંગળી નાખી પકાવી લો.

સ્ટેપ-3

હવે તેમાં સમારેલ લીલા મરચા અને આદુ-લસણની પેસ્ટ નાખીને ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો પછી તેમાં ટામેટાની પ્યુરી નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

હવે પ્યુરી તેલમાં ભળી જાય પછી ગેસ ધીમો કરી દો. હવે તેમાં હળદર,લાલ મરચુ,ધાણા પાવડર,ગરમ મસાલો,આમચૂર્ણ નાખીને મિક્સ કરો.

સ્ટેપ-5

જ્યારે મસાલાની સુગંધ આવવા લાગે ત્યારે તેમાં બાફેલા રાજમા નાખો અને સારી રીતે મિક્સ કરીને 15 મિનિટ સુધી પકાવો.

સર્વ કરો

પછી તેમાં કસ્તુરી મેથી અને બારીક સમારેલ કોથમીર નાખી થોડી વાર પકાવો.તમારા રાજમા તૈયાર છે. તેને નાન,રોટલી કે ચાવલ સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તતો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અસલી-નકલી ગોળને પારખવા માટે આ ટિપ્સ અજમાવો