શિયાળાની ઋતુમાં ઘણીવાર તમે વડીલોની તબિયતને જાળવવા માટે ગોળ ખાતા જોયા હશે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ આજકાલ બજારમાં નકલી ગોળનો ધંધો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં આ ટિપ્સથી ઓળખ કરી શકાય છે.
ગોળનો સ્વાદ હંમેશા મીઠો હોય છે.ગોળમાં થોડો ખારો સ્વાદ આવે તો સમજવું કે તે નકલી છે.
કલર વડે પણ ગોળ અસલી છે કે નકલી તે પારખી શકાય છે.અસલી ગોળનો કલર ભૂરો હોય છે, જ્યારે નકલી ગોળ કલર સફેદ,આછો પીળો અથવા ઓછો લાલ હોય છે.
ગોળની શુદ્ધતા ઓળખવા માટે તેમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડના 20 ટીપા નાખો. આ પછી જો ગોળનો કલર ગુલાબી થઈ જાય તો તેનો અર્થ એ કે ગોળમાં ભેળસેળ છે.
ગોળને ઓળખવા માટે તેનો એખ કટકો લઈને પાણીમાં નાખો. જો ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય તોતે અસલી છે અને જો પાણીમાં થોડો ઓગળ્યા વગરનો દેખાઈ તો સમજવું તે નકલી ગોળ છે.
હકીકતમાં ગોળને વધુ મીઠો બનાવવા અને તેની માત્રા વધારવા માટે તેમાંક્રિસ્ટલ કે ચોક નાખવામાં આવે છે. આવી સ્થિતિમાં ગોળની શુદ્ધતા પારખવા માટે તેને પીસી લો જો ગોળમાં ક્રિસ્ટલ દેખાય તો સમજવું કે તે નકલી ગોળ છે.
જો બજારમાંથી લીધેલ ગોળનો ટેસ્ટમાં કડવાસ આવે છે તો સમજવું કે તે ગોળમાં ભેળસેળ થયેલ છે. મતલબ કે ગોળ કારામેલાઈઝેશનની પ્રકિયામાંથી પસાર થઈ ગયો છે.
હંમેશા બ્રાન્ડેડ કંપનીનો ગોળ જ ખરીદવાનો આગ્રહ રાખો. ખુલ્લો ગોળ ખરીદવામાં ભેળસેળ થઈ હોવોની આશકા વધી જાય છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.