રાજકોટની તોફાની રાધાનો આપઘાત! કારણ અકબંધ


By Vanraj Dabhi22, Feb 2025 11:31 AMgujaratijagran.com

આપઘાત કર્યો

રાજકોટની તોફાની રાધા એટલે કે રાધિકા ધામેચા નામની 26 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

છેલ્લો કોલ

21 ફેબ્રુઆરીના રોજ રાત્રે યુવતીએ પિતાને ફોન કરીને કહ્યું કે...હું જાવ છું આટલુ કહી ફોન મુકી દીધો ત્યારબાદ પિતા ઘરે પહોંચ્યા તો યુવતી મૃત હાલતમાં મળી હતી.

તોફાની રાધા

તોફાની રાધા રૈયા રોડ પર આવેલ તુલસી માર્કેટની સામે પરિવારથી અલગ રહેતી હતી.

રાધિકા ધામેચા

સોશિયલ મિડીયાની ફેમસ ઇન્સ્ટાગ્રામની ક્વીન તોફાની રાધાનું સાચુ નામ રાધિકા ધામેચા છે.

રાધિકાની ઉંમર

તોફાની રાધા તરીકે જાણીતી રાજકોટની રાધિકા ધામેચા નામની 26 વર્ષની હતી.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

રાધિકા ધામેચા તોફાની રાધા નામનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતી હતી.

ફેન ફોલોઇંગ

તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં 42 હજારથી પણ વધુ ફોલોવર્સ છે.

છેલ્લી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

તોફાની રાધાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 21 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ ત્રણ સ્ટોરી અપલોડ કરેલી છે.

પ્રથમ સ્ટોરી

શોર મત કર અભી ગમો કી રાત હૈ, ધજ્જીયા ઉડ્ડા દેંગે બસ કુછ દિનો કી બાત હૈ આવી તેની પ્રથમ સ્ટોરીમાં પોસ્ટ કર્યું છે.

બીજી સ્ટોરી

તેની બીજી એક સ્ટોરીમાં ફેંસલા કરના હૈ કી, પન્ના પલટના હૈ યા કિતાબ બંધ કરની હૈ તે પ્રકારના લખાણ વાળી એક રીલ સ્ટોરીમાં રાખેલી છે.

ત્રીજી સ્ટોરી

તેના ફોટા સાથે ગીત રાખ્યું છે, ગીતના શબ્દો છે ઓ...શેરા ઉઠ જરા તેરા જલવા દીખા તેરા.... તેવું ગીત રાખેલ છે.

પોલીસ તપાસ

સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Junagadh Mayor Discussion: જૂનાગઢ મનપામાં મેયરના નામને લઈને ચર્ચા શરૂ, જાણો કોણ છે પ્રબળ દાવેદાર!