રાજકોટના લોકો ખાવા પીવાના અને ફરવાના શોખીન છે તેથી તો રાજકોટના લોકોને રંગીલી પ્રજા કહેવામાં આવે છે, રાજકોટમાં મયૂરના ભજીયા ખૂબ પ્રખ્યાત છે તમારે રાજકોટ જવાનું થાય તો એક વખત તો જરૂર ટ્રાય કરજો.
ચણાનો લોટ,ચોખાનો લોટ,હીંગ,મીઠું સ્વાદ મુજબ,હળદર,મરચું પાઉડર,બેકિંગ સોડા,તેલ,બટાકા,લસણની ચટણી,લીલા મરચાં,ગરમ મસાલો,ખાંડ,લીંબુનો રસ.
સૌ પ્રથમ અધકચરા બાફેલા બટાકામાં કાપા પાડી લસણની ચટણીનું સ્ટફ ભરી લો.
હવે તેવી જ રીતે મરચા માટે મસાલો તૈયાર કરી મરચામાં કાપા પાડી તેમાં સ્ટફિંગ ભરીને અને બટેકાની પતરી પાડી લો.
હવે ભજીયા માટે ખીરાની સામગ્રી એકઠી કરીને પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો.
હવે કડાઈમાં તેલ ગરમ કરી લસણ વાળા બટેકા,ભરેલા મરચા અને બટાકાની પતરીને બેટરમાં બોળી ભજીયા તળી લો.
રાજકોટના ફેમસ મયૂરના ભજીયા તૈયાર છે, તમે તેને લીલી ચટણીને લસણની ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.