શિયાળામાં બદામનો હલવો ટ્રાય કરો, તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે


By Vanraj Dabhi26, Jan 2024 10:13 AMgujaratijagran.com

બદામનો હલવો

બદામનો હલવો શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શરીરને અંદરથી ગરમી અને એનર્જી બંને મળે છે. ચાલો જાણીએ બદામનો હલવો બનાવવાની રીત.

સામગ્રી

બદામ,દૂધ,ઘી,એલચી પાવડર,કેસર,ખાંડ,

સ્ટેપ- 1

બદામનો હલવો બનાવવા માટે પહેલા બદામને 5-6 કલાક પાણીમાં પલાળી રાખો.

સ્ટેપ- 2

હવે તેને થોડી વાર ઉકાળો જાનાથી તેની છાલ સરળતાથી નીકળી જશે.

સ્ટેપ- 3

ત્યારબાદ બદામને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પીસીને બદામની પેસ્ટને એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.

સ્ટેપ- 4

હવે એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં બદામની પેસ્ટ નાખીને શેકી લો.ત્યારે તેમાં એલચી પાવડર,કેસર અને દૂધ વગેરે નાખીને મિક્સ કરો.

સ્ટેપ- 5

આ મિશ્રણને થોડી વાર પકાવો અને પછી તેમાં ખાંડ નાખી હલાવો. તેને હલવા જેવું ઘટ્ટ બનાવો અને પછી તેને ગરમા-ગરમ સર્વ કરો.

સ્ટેપ-6

તમે બદામના હલવામાં માખણ, ખોયા વગેરે ઉમેરીને પણ હલવો બનાવી શકો છો. આ બદામનો સ્વાદ વધુ વધારશે.

વાંચતા રહો

તમે બદામનો હલવો પણ બનાવી શકો છો,રેસીપી ગમે તો શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં નાસ્તા માટે મેથી મુઠીયા રેસીપી ઘરે ટ્રાય કરો