લીલા મરચા,ચણાનો લોટ,લાલ મરચું પાવડર,મીઠું,હળદર પાવડર,પાણી,રાઈ-જીરું,ધાણાજીરું,તેલ.
સૌ પ્રથમ લીલા મરચાને ટુકડામાં કાપી લો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ,મરચું પાવડર,મીઠું,હળદર અને થોડું પાણી ઉમેરીને મિશ્રણ બનાવી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું સાંતળી લો.
હવે તેમાં લીલા મરચા ઉમેરીને થોડી વાર પકાવી લો.
હવે તેની ઉપર મીઠું,હળદર,ધાણાજીરું,મરચું પાવડર છાંટીને લોટનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે લોટ વાળા લીલા મરચાની ચટપટી રેસિપી, તમે તેને પરઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.