રાજસ્થાન તેના ટુરીઝમને લઈને તો વખણાય જ છે પણ શું તમે રાજસ્થાની વાનગીઓ ટ્રાય કરી છે. રાજસ્થાન તેેના રોયલ કલ્ચર,હેરીટેજ માટે પણ દેશભરમાં જાણીતું છે,આ સાથે તેના ખાનપાન અને સ્વાદીષ્ટ વ્યંજન માટે પણ. આજે આપણે રાજસ્થાનની કેટલીક અદ્ભૂત વાનગીઓ વિશે જાણીશું જે જાણીને તમારા મોંંઢામાં પાણી આવી જશે.
આ કોમ્બો ભોજન રાજસ્થાનની સૌથી લોકપ્રિય વાનગી છે. આ વાનગીમાં બાટી ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે. આને ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારંભો અને જન્મદિવસની પાર્ટીઓ પર પણ બનાવવામાં આવે છે.
ભારતના તમે વિવિધ પ્રકારની કઢી જોવા મળે છે, પરંતુ તેમા રાજસ્થાની કઢી બધામાં આગળ છે. આખા લાલ મરચાં અને લીલાં મરચાંના સ્વાદિષ્ટ મીકસ્ર સાતે આ કઢી રોટલી અથવા ભાત અથવા બંને સાથે ખાઈ શકાય છે.
આ ગટ્ટે કી સબ્ઝી મસાલેદાર, ટેન્જિયર અને સ્વાદોથી ભરપૂર છે. આમાં દહીંના ગ્રેવીમાં બેસન ડમ્પલિંગ ઉમેરાવામાં આવે છે, આને બનાવવું પણ સરળ છે.
આમા મસાલેદાર બટાકાને મોટા મરચામાં સ્ટફ કરવામાં આવે છે અને પછી તેને તેલમા તળીને એકદમ ક્રીસ્પી બનાવામાં આવે છે. આને લોકો સવારે નાશ્તામાં ખૂબ મોજ સાથે ખાય છે
આ એક વાઈબ્રન્ટ જયપૂરી ડીશ છે જે સિઝનલ શાકભાજી વડે બનાવવામાં આવે છે, આમાં નાખવામાં આવતા સુંગધીદાર મસાલા ડીશને અલગ અને સ્વાદીષ્ટ બનાવે છે.
અડદ દાળ અને ચણા દાળના ઉપયોગ કરીને રાજસ્થાની દાળ બનાવવામાં આવે છે જેમાં તમાલપત્ર અને તજનો પણ ઉપયોગ થાય છે.
આ પ્યાઝ કચોરીને તમારી સામે મુકવામાં આવે તો તમે તમારું ડાયેટ પણ ભૂલી જાવ. આમાં ડુંગળીના સ્ટફીંગ અલગ ફ્લેવર લાવે છે તેમાં તીખો અને ખાટો સ્વાદ તેને વઘું સ્વાદિષ્ટ બને છે.