ઓગસ્ટમાં ફરવા માટે રાજસ્થાનના આ છે શ્રેષ્ઠ સ્થાનો, પરિવાર અથવા મિત્રો સાથે પ્લાન


By Smith Taral15, Aug 2024 01:42 PMgujaratijagran.com

જોધપુર

જોધપુર ઓગસ્ટ મહિનામાં પરિવાર સાથે પ્રવાસ જવા માટે એક અદ્ભુત સ્થળ છે. મેહરાનગઢ કિલ્લો અને ઉમૈદ ભવન પેલેસ અહીંના મુખ્ય આકર્ષણો છે

ઉદયપુર

જળાશયો અને રોમેન્ટિક પર્યાવરણને કારણે આ શહેર પૂર્વનું વેનિસ કહેવાય છે. મહેલો અને સરોવરોનો આ શહેર, ખાસ કરીને પિછોલા તળાવ અને સિટી પેલેસ મંત્રમુગ્ધ કરનારા છે.

ચિત્તોડગઢ

ચિત્તોડગઢનો વિશાળ અને ઐતિહાસિક કિલ્લો રાજપૂત શૌર્ય અને બલિદાનને ઉજાગર કરે છે. આ 700 એકર વિસ્તારમાં ફેલાયેલો કિલ્લો ઐતિહાસિક પ્રવાસની અનુભવ કરાવશે.

માઉન્ટ આબુ

ઊંચા પહાડો અને ઘાટીઓ વચ્ચે આવેલું માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. અહીં આવેલું નક્કી તળાવ અને દિલવાડા મંદિરની સુંદરતા અને શાંતિ તમને પસંદ આવશે.

જેસલમેર

જેસલમેર ઐતિહાસિક કિલ્લાઓ અને સંસ્કૃતિથી ભરપૂર છે. જેસલમેરનો કિલ્લો, હવેલીઓ અને સેમ સૅન્ડ ડ્યુન્સની રેત તમને રોમાંચક અનુભવ કરાવશે

જયપુર

પિંક સિટીના નામથી જાણીતું જયપુરમાં તમે આમેર કિલ્લો, સિટી પેલેસ, હવામહેલ અને જલમહેલ જેવા સ્થળોની.મુલાકાત લઈ શકો છો. આ સ્થળો શહેરના સૌંદર્યમાં વધારો કરે છે,

પુષ્કર

અહીં દર વર્ષે ઊંટ મેળો ભરાય છે અને પીંચોળા તળાવના કિનારેનું શાંતિમય પર્યાવરણ તમને આધ્યાત્મિકતનો અનુભવ કરાવશે.

રણથંભોર નેશનલ પાર્ક

રણથંભોર નેશનલ પાર્કમાં તમે પ્રકૃતિ અને વન્યજીવનના સુંદરતાનો આનંદ માણી શકો છો

બિકાનેર

ઐતિહાસિક કિલ્લાઓ, રંગબેરંગી ઉત્સવો અને લોકકલાનને માણવા અને નિહાળવા તમને બિકાનેરની મુલાકાત લઈ શકો છો

Tourist Places in India: ભારતમાં સપ્ટેમ્બરમાં મુલાકાત લેવા માટેના 7 શ્રેષ્ઠ સ્થાનો