જો તમે કુદરતની અપ્રતિમ સુંદરતાનો અનુભવ કરવા માંગતા હોવ તો કેરળની મુલાકાત લઈ શકો છો. લીલાછમ ખેતરો, નારિયેળીના ઝાડનું વાવેતર અને સુખદ હવામાન કેરળને અન્યથી ખાસ બનાવે છે.
જો તમને ઊંચા પહાડો અને પહાડી જીવનનોનું અનુભવ લેવાનો શોખ હોય તો લેહ-લદ્દાખ ની મુલાકાત લઈ શકો છો. અહીં આકાશ, નૈસર્ગિક તળાવો અને કુદરતની અલૌકિક સુંદરતા જોઈને તમે મંત્ર મુગ્ધ થઈ જશો
જો તમે રાજસ્થાનની ભવ્ય સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લેવા માંગતા હોવ તો જયપુર, રાજસ્થાન તમારી માટે પરફેક્ટ સ્થળ બની રહશે
વારાણસી હિંદુ ધર્મનું પવિત્ર સ્થળ છે, અહીં ગંગા નદીના કિનારે તમે ધાર્મિક વિધિઓ જોઈ શકો છો જે તમને આધ્યાત્મિકતાનો અનુભવ કરાવશે.
જો સુંદર બીચ અને નાઇટ લાઈફ નો આનંદ માણવા માંગતા હોવ તો ગોવા તમને જરુરથી પસંદ આવશે
પહાડોની સુંદરતા વચ્ચે, ગંગા નદીમાં એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ તમે ઋષિકેશમાં લઈ શકો છો. અહીં ઘણા લોકો રિવર રફ્ટિંગ કરવા માટે જાય છે.
સુખદ હવામાન સાથે ફ્રેન્ચ અને ભારતીય સંસ્કૃતિની અન્વેષણ કરવા પોંડિચેરીની મુલાાકાત લઈ શકો છો