લોહીની ઉપણને દૂર કરશે કિસમિસ, આ રીતે કરો તેનું સેવન


By Kishan Prajapati18, Feb 2023 06:41 PMgujaratijagran.com

લોહી વધારવામાં સહાયક

શરીરમાં લોહી વધારવા માટે કિસમિસનો બેસ્ટ છે.

પ્રોટીન અને આયરન

કિસમિસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયરન, પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર હોય છે.

ઘણાં થાય છે ફાયદા

કિસમિસનું સેવન કરવાથી સ્ફૂર્તિ આવે છે આ સાથે જ હાડકા પણ મજબૂત થાય છે. આ ઉપરાંત લોહીની ઉણપ પણ પૂરી થાય છે.

ફિટ રહે છે શરીર

કિસમિસનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે અને શરીર એકદમ ફીટ રહે છે. જોકે, ખોટી રીતે ખાવાથી તેનો ફાયદો થતો નથી.

કિસમિસ પાણીમાં પલાળવી

કિસમિસને પાણીમાં પલાળીને ખાવાથી લોહીની ઉણપ પૂરી થાય છે. તેનાથી શરીરને તાકાત પણ મળે છે.

દૂધમાં પલાળીને કરો સેવન

કિસમિસને દૂધમાં પલાળીને ખાવી જોઈએ. આ રીતે ખાવાથી તેના ઘણાં ફાયદા થાય છે. શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

બાફીને ખાવી

કિસમિસને દૂધમાં બાફીને ખાવાથી શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. રાતે ખાવાથી વધુ ફાયદો થાય છે.

ખાલી પેટ સેવન કરવું

ખાલી પેટ કિસમિસ ખાવાથી શરીરમાં લોહીની સાથે વજન પણ વધે છે. સવારે ઉઠ્યા પછઈ ખાલી પેટે સેવન કરવું.

પાચન સારું થશે

કિસમિસનું દરરોજ ખાલી પેટ સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે.

આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે

Cholestrol Control Diet: આ ફૂડથી હંમેશાં કંટ્રોલમાં રહેશે કોલેસ્ટ્રોલ