શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. ગુડ અને બેડ કોલેસ્ટ્રોલ. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને લિપોપ્રોટીન કહેવાય છે.
બેડ કોલેસ્ટ્રોલ બ્લડ સર્ક્યુલેશનને રોકે છે. જેનાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકની પ્રોબ્લેમ થઇ શકે છે.
ગુડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી વધુ પડતો કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે. આ કારણથી જ ડાયેટનું ધ્યાન રાખવું જરૂરી છે.
તો આવો જાણીએ એવા ખાદ્ય પદાર્થ વિશે જે ગુડ કોલેસ્ટ્રોલથી ભરપૂર છે.
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે અખરોટ, બદામ અને મગફળીનું સેવન કરવું જોઇએ.
કોલેસ્ટ્રોલ કંટ્રોલ રાખવા માટે તમે સફરજન અને દ્રાક્ષને પણ ડાયટેમાં લઇ શકો છો.
સોયાબીન કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખે છે. તમે સોયાબીન સાથે ટોફુ અથવા તો સોયા મિલ્કનું સેવન પણ કરી શકો છો.
ઓટ્સને તમારા ખોરાકમાં સામેલ કરવો એ એક સારો વિકલ્પ છે.