રંગબેરંગી પાણીપુરી : અમદાવાદની સૌથી ફેમસ Rainbow Panipuri તમે ખાધી કે નહીં!


By Vanraj Dabhi04, Feb 2024 12:51 PMgujaratijagran.com

રેઈન્બો પાણીપુરી

બીટરૂટ,જામ્બુ,હલ્દી,પાલક-ફુદીનો ફ્લેવરમાં રેગ્યુલર સ્ટફિંગ સાથે અહીં પાણી પુરી મળે છે અને લોકો તેને ખાવા માટે કતારો લગાવતા હોય છે.તેઓ પુરીઓ કોઈ પણ મિલાવટ વગર ઓરિજન રીતે પાણી પુરી બનાવીને ખવડાવે છે.

પીંક પાણીપુરી

પીંક પાણીપુરીમાં કોઈ કલરનો ઉપયોગ કર્યા વગર તેઓ બીટનું જ્યુસ બનાવીને પાણીપુરી લોટ બાંધીને બનાવે છે.

જામ્બુ પાણીપુરી

પાણીપુરીમાં જામ્બુ ફ્લેવર માટે તેઓ કલર વગર જામ્બુ વડે જ પાણી પુરીને ઓરિજનલ રીતે બનાવે છે.

હલ્દી પાણીપુરી

હલ્દી ફ્લેવર માટે તેઓ પાણીપુરી બનાવતી વખતે હળદરનો ઉપયોગ કરે છે.

પાણીનો ફ્લેવર પણ ઓરીજનલ

પાણીપુરી માટે આપવામાં આવતું પાણી પણ કોઈ કલરનો મિલાવટ કર્યા વગર કોથમરી,પાલક,ફુદીના અને બીટરૂટની પ્યુરીમાંથી જ પાણી બનાવવામાં આવે છે.

ગાર્નિશ માટે સેવ

ખાવ વાત એ છે કે તેઓ સેવ પણ તેમણે જે પાણીપુરી બનાવી છે તેમાંથી કોઈ કલરનો ઉપયોગ કર્યા વગર રંગબેરંગી સેવ બનાવીને ગાર્નિશ કરીને આપે છે.

લોકેશન

અમદાવાદમાં ન્યુ રાણીપ,સરદાર ચોક પાસે શાંતીદિપની બાજુમાં ગાર્ડન પાસે રેઈન્બો પાણીપુરી મળે છે.

સમય

વિકમાં બે જ દિવસ શનિવારે અને રવિવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો સમય હોય છે.

કિંમત

બજારમાં મળતી પાણીપુરીની જેમ રેગ્યુલર કિંમત 20 રૂપિયામાં 7 પાણીપુરી આપે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઓવન વગર સુજી કપ કેક ઘરે કેવી રીતે બનાવવી