ઓવન વગર સુજી કપ કેક ઘરે કેવી રીતે બનાવવી


By Vanraj Dabhi04, Feb 2024 11:44 AMgujaratijagran.com

સુજી કપ કેક રેસીપી

દરેક લોકોને એગલેશ કેક ખાવી ગમતી હોય છે પરંતુ તેને બનાવવામાં કઈક કમી રહેવાને કારણે તે વ્યવસ્થિત બનતી નથી તો આજે અમે તમને હોમ મેઈડ સ્પોન્જી સુજી કપ કેક બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ખાંડ,તેલ,દહીં,સુજી, મેંદાનો લોટ,બેકિંગ સોડા,બેકિંગ પાવડર,મીંઠુ,ફ્રૂટ કલર,વેનિલા એસન્સ,દૂધ,ટુટી ફ્રૂટી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ મિક્સર જારમાં ખાંડ નાખીને પાવડર બનાવી તેમાં એક કપ તેલ અને દહીં ઉમેરીને મિક્સ કરી બેટર બનાવી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં તૈયાર કરેલ બેટર,સુજી,મેંદાનો લોટ,બેકિંગ સોડા,બેકિંગ પાવડર,ફ્રૂટ કલર,વેનિલા એસન્સ ઉમેરીને મિક્સ કરી તેમાં થોડુ દૂધ ઉમેરીને સ્મૂધ બેટર બનાવી લો.

સ્ટેપ- 3

હવે એક તપેલામાં મીઠું ઉમેરીને ગરમ કરો તેની ઉપર એક સ્ટેન્ડ મૂકો અને ચાના કાગળના કપમાં તેલ માલીસ કરી ટુટી ફ્રૂટી બેટરમાં મિક્સ કરીને ગ્લાસમાં ભરી લો.

સ્ટેપ-4

હવે ગ્લાસની ઉપર ટુટી ફ્રૂટી ગાર્નિશ કરીને તપેલામાં મૂકીને 15 મિનિટ મિડીયમ ફ્લેમ પર પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે સ્પોન્જી સુજી કપ કેક તમે કપમાંથી કાઢીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્રિસ્પી અને ક્રંચી રેસીપી : હોમ મેઈડ લીલી તુવેરની કચોરી બનાવવાની રીત