ક્રિસ્પી અને ક્રંચી રેસીપી : હોમ મેઈડ લીલી તુવેરની કચોરી બનાવવાની રીત


By Vanraj Dabhi04, Feb 2024 10:46 AMgujaratijagran.com

કચોરીની રેસીપી

કચોરી તો બધાએ ખાધી જ હશે પરંતુ શું તમે ક્યારેય લીલી તુવેરની કચોરી ટ્રાય કરી છે,આજે અમે તમને લીલી તુવેરની ક્રિસ્પી કચોરી ઘરે બનાવવાની રીત વિશે જણાવીશું.

સામગ્રી

લીલી તુવેરના દાણા,મેંદાનો લોટ,મીઠું,હળદર,ઘી,લીંબુનો રસ,ખાંડ,નારિયેળ પાવડર,કોથમીર,લીલું લસણ,તેલ,કિસમિશ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ તુવેરના દાણા ફોલીને એક મિક્સર જારમાં નાખીને ક્રશ કરી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં મેંદાનો લોટ,તેલ,મીઠું અને થોડુ પાણી ઉમેરીને મિક્સ કરીને લોટ બાંધી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હીંગ,તલ,તુવેરની પેસ્ટ,નારિયેળનું ખમણ,હળદર,આદુ-લીલા લસણ-મરચાની પેસ્ટ,લીંબુનો રસ,કિસમિશ,ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે બાંધેલા લોટમાંથી નાની નાની પુરી વણી તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી કચોરીની જેમ ગોળ વાળી લો.

સ્ટેપ- 5

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કચોરી ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે ક્રિસ્પી અને ક્રંચી લીલી તુવેરની કચોરી,તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઇન્સ્ટન્ટ ચકરી બનાવાની રીત : હોમ મેઈડ પાલક બટરની ચકરી રેસીપી