શુક્ર અને રાહુ બંને મિત્ર છે અને તેમની યુતિ મેષ રાશિમાં થવા જઇ રહી છે. રાહુ મેષ રાશિમાં બિરાજમાન છે, અને શુક્ર 12 માર્ચે મેષ રાશિમાં પ્રવેશશે.
આ યુતિ મેષ રાશિમાં જ થવાની છે, તેથી જીવનમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે. સાથે જ વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.
ધનહાનિની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાણી પર સંયમ રાખો કારણ કે કોઈની સાથે સંબંધ તૂટી શકે છે.
રાહુ-શુક્રની યુતિથી આ રાશિના જાતકો માટે કષ્ટકારી હોઈ શકે છે. વાહન ચલાવતા સમયે ધ્યાન રાખવું.
પતિ-પત્ની વચ્ચે કોઈ નાની બાબતથી ઝઘડો થઇ શકે છે. ઘરણાં તણાવની સ્થિતિ બની શકે.