હોળાષ્ટકના આ આઠ દિવસોમાં ઘણાં શુભકાર્યોમાં અવરોધ આવે છે. હોળીકા દહન પછી આ કાર્યો પુનઃપ્રારંભ કરી શકાય છે.
આ વખતે હોળીકા દહન 7 માર્ચ 2023, મંગળવારના દિવસે કરવામાં આવશે. એવામાં હોળાષ્ટક 28 ફેબ્રુઆરીથી શરૂ થશે.
શાસ્ત્રો મુજબ હોળાષ્ટક સમયે લગ્ન, ગૃહ-પ્રવેશ, મુંડન, નામકરણ જેવા અલગ અલગ ઘણાં બધા કાર્યોમાં અવરોધ આવે છે.
હોળાષ્ટકના આ આઠ દિવસોમાં હવન અને યજ્ઞમાં પણ અવરોધ આવે છે. સાથે જ આ દિવસોમાં રોકાણ અથવા વ્યાપાર પણ શરૂ કરવામાં નથી આવતો, નુકસાની થવાનો ભય વધી જાય છે.
હોળાષ્ટકના દિવસોમાં નવું મકાન, ઘરેણાં, ગાડીની ખરીદી પણ ના કરવી. સાથે આ સમયે મકાન બનાવવાનું કામ પણ ના કરવું.