અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન ત્રણ દિવસ સુધી યોજાયુ હતું તેમાં રાધિકા અને અનંતનો પરિવાર શાનદાર લુકમાં નજરે પડી રહ્યો છે.
આ ઈવેન્ટના ત્રીજા દિવસે સૌ કોઈ સુંદર ગોલ્ડન કલર થીમ ફોલો પર જોવા મળ્યા હતા.અંબાણી પરિવારની મહિલાઓએ ગોલ્ડન કલરના અલગ-અલગ પોશાક પહેર્યા હતા.જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ ઈવેન્ટના છેલ્લા દિવસે રાધિકા મર્ચન્ટ તરુણ તાહિલિયાનીની લહેંગા લુકમાં જોવા મળી હતી.
ઈવેન્ટના ત્રીજા દિવસે નીતા અંબાણીએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી ગોલ્ડન શેડ વાળી સાડી પહેરી હતી.
ઈશા અંબાણીએ ત્રીજા દિવસે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ ગોલ્ડન વર્ક આઉટફિટ પહેર્યો હતો.
ફંક્શનના બીજા દિવસે રાધિકા મર્ચન્ટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા નેટ અને સિક્વન્સ વર્ક સાથે તૈયાર કરેલો લહેંગા પહેર્યો હતો.
પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે શ્લોકા મહેતાએ ગોલ્ડન અને પિંક શેડનો ઑફ-શોલ્ડર ટોપ સાથેનો સ્કર્ટ પહેર્યો હતો.
રાધિકા મર્ચન્ટે આ ખાસ પ્રસંગ માટે ખૂબ જ અલગ અને સુંદર રોઝ ગોલ્ડ કલરથી ડિઝાઈન કરવામાં આવ્યો હતો.
માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.