દરેક લોકો પોતાની સવાર હેલ્ધી નાસ્તાથી કરતા હોય છે, ત્યારે તમે અમદાવાદમાં રહેતા હોવ અને સવારના શ્રેષ્ઠ નાસ્તો કરવા માંગતા હોવ તમને અહીં બેસ્ટ નાસ્તો મળી રહેશે.
તમે સવારના નાસ્તામાં ખમણ ખાવા ઈચ્છતા હોવ તો તમે દાસ ખમણ હાઉસની મુલાકાત લઈ શકો છો,ત્યાં બેસ્ટ ખમણ મળે છે.
જો તમે સવારે ચા સાથે ગાઠિયા ખાવાનું મન થાય તો તમે અમદાવાદના ફેમસ ઈસ્કોન ગઠિયા ખાતે શ્રેષ્ઠ ગાંઠિયાનો આનંદ માણી શકો છો.
તમારે પરફેક્ટ ગુજરાતી નાસ્તા માટે લાલ દરજા પાસે આવેલ ધ ગ્રીન હાઉસ કાફેની મુલાકાત લેવી જોઈએ.
અલગ પ્રકારના ફાફડા જલેબીની લિજ્જત માણવા માટે તમે આશ્રમ રોડ પર આવેલ ઓસ્વાલની મુલાકાત લઈ શકો છો.
ટેસ્ટી ખમણ ખાવાનું મન થાય તો તમે અમદાવાદમાં મણીનગરમાં કાકરિયા તળાવ પાસે આવેલ લિજ્જત ખમણની મુલાકાત કરો.
સવારના પરફેક્ટ નાસ્તા માટે તમને શાસ્ત્રીનગર,નારણુરા ખાતે ગુજરાતના ફરસાણની વિશાળ શ્રેણી પિરસતું એક માત્ર ડેસ્ટિનેશન આવેલ છે.
લક્ષ્મી ગઠિયા રથએ અમદાવાદના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે જ્યાં તમે ફાફડા, જલેબી, ખાંડવી, સેન્ડવીચ ઢોકળા વગેરે નાસ્તો કરી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શરે કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.