મહાશિવરાત્રી ભાંગ વગર અધૂરી, આ રીતે ઘરે બનાવો મહાશિવરાત્રી સ્પેશિયલ ભાંગ


By Vanraj Dabhi04, Mar 2024 06:12 PMgujaratijagran.com

મહાશિવરાત્રી સ્પેશિયલ ભાંગ

શિવરાત્રી પર ભાંગનું ખાસ મહત્વ છે, તમારે ભાંગ ઘરે બનાવવી હોય તો આ રેસીપી તમને ઉપયોગી થશે.

સામગ્રી

ફુલ ક્રીમ વાળું દૂધ,વરિયાળી,તરબૂચના બીજ,નાગરવેલના પાન,કાજુ-બદામ,ખસખસ,એલચી પાવડર,કેસર દોરા,ખાંડ પાવડર,કાળા મરી,સુકા ગુલાબની પાંખડીઓ.

સ્ટેપ- 1

સૌથી પહેલા ડ્રાય ફ્રુટ્સ અને વરિયાળીને પલાળી દો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો અને એક મિક્સર જારમાં તમામ સામગ્રી નાખીને પીસી લો.

સ્ટેપ- 3

હવે ગરમ દૂધમાં કેસરના દોરા,ખાંડ,તૈયાર કરેલી સામગ્રીની પેસ્ટ ઉમેરો.

સ્ટેપ- 4

થોડીવાર ગરમ કરીને પછી તેને ઠંડુ થવા દો અને નાગર વેલના પાનના ટુકડા કરી લો.

સર્વ કરો

તૈયાર છે આપણી મહાશિવરાત્રી સ્પેશિયલ ભાંગ, તમે શિવરાત્રી પર ઘરે ટ્રાય કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ફરાળ માટેની રેસીપી: મહા શિવરાત્રી વ્રતના ઉપવાસ માટે બટાકામાંથી બનાવો આ અદ્ભુત રેસીપી