મહા શિવરાત્રી વ્રતના ઉપવાસ માટે બટાકામાંથી બનાવો આ અદ્ભુત રેસીપી


By Vanraj Dabhi04, Mar 2024 11:56 AMgujaratijagran.com

મહાશિવરાત્રી 2024

મહાશિવરાત્રીએ ભગવાન શિવને સમર્પિત શુભ હિંદુ તહેવારોમાંનો એક છે,જે આગામી 8 માર્ચના રોજ ઉજવવામાં આવશે, આ તકે ઘણા શિવ ભક્તો ઉપવાસ કરીને આ તહેવારની ઉવણી કરતા હોય છે.

બટાકાની વિવિધ રેસીપી

બટાકામાંથી ઘણી બધી વાનગીઓ તમારા ઉપવાસ માટે બનાવી શકાય છે. તેથી આજે અમે તમને મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન તમારા વ્રતમાં બનાવી શકાય તેવી વાનગીઓ વિશે જણાવીશું.

ફરાળી બટેટાની ખીચડી

વ્રત માટે તે એક સ્વાદિષ્ટ અને પરફેક્ટ રેસીપી છે. તમે મીઠો લીમડો,ઈલાયચી,લવિંગ અને જીરુંને ઘી કે તેલમાં સાંતળીને તેમાં બાફેલા બટાકાની મેશ,રોક મીઠું,લીંબુનો રસ,શેકેલી મગફળી,લીલા મરચાંની કટકી અને ખાંડ ઉમેરીને બનાવી શકો છો.

આલુ હલવો

આ બટાકાની સૌથી સરળ મીઠાઈઓમાંથી એક છે જેમાં છૂંદેલા બાફેલા બટેટા,ઘી,ખાંડ અને એલચી પાવડરની જરૂર પડે છે.તમે ઈચ્છો તો ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ સાથે ખાઈ શકો.

ફરાળી દહીં આલુ

માત્ર 30 મિનિટમાં આ સ્વાદિષ્ટ રેસીપી તૈયાર થઈ જાય છે.તમે બાફેલા બટાકામાં ઘી,જીરું,લીલા મરચાં,આદુ-મરીની પેસ્ટ,શિંગોડાનો લોટ,ક્રીમી ગ્રેવી ટેક્સચર માટે ઘાટ્ટુ દહીં ઉમેરીને સર્વ કરી શકો છો.

આલુની ટિક્કી

શિંગોડાનો લોટ,રોક મીઠું, કાળા મરી, લીલાં મરચાં, શેકેલી મગફળી અને કોથમીર વડે બનાવેલી, આ ક્રન્ચી, ક્રસ્ટી વાનગી સ્વાદિષ્ટ વ્રત-ફ્રેંડલી વાનગીઓમાંની એક છે.

શક્કરિયાનું રાયતા

દહીં,બાફેલા શક્કરીયા, સમારેલી કાકડી,મગફળી,ખાંડ,રોક મીઠું,ધાણાજીરું અને થોડો જીરું પાવડર છાંટીને તમે વઘારમાં રાઈ અને ઘી ઉમેરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

વ્રત માટેની આ ફરાળી રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અંબાણીથી લઈને વોરન બફેટ સુધી સમાજસેવાના કાર્યો કરતા આ 10 અબજોપતી વિશે જાણો