અંબાણીથી લઈને વોરન બફેટ સુધી સમાજસેવાના કાર્યો કરતા આ 10 અબજોપતી વિશે જાણો


By Smith Taral03, Mar 2024 03:43 PMgujaratijagran.com

ચેરીટેબલ બિલીયોનેર

કહેવાય છે કે દાન એ શ્રેષ્ઠ ગુણ અને નીતિ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે દાન કરવાથી પુણ્ય મળે છે. દાન કરવાથી સમાજ આર્થીક અને સામાજીક રીતે ઉપર આવે છે. આજે આપણે 10 પ્રખ્યાત અબજોપતિઓ વિશે વાત કરીશું જેઓ તેમના ફાઉન્ડેશન દ્વારા ઘણા લોકોને મદદ કરી રહ્યા છે.

રિલાયન્સ ફાઉન્ડેશન

નીતા અંબાણી દ્વારા સ્થપાયેલ રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં સમાજને ઉપર લાવાના કાર્યો કરે છે, રિલાયન્સ ફાઉન્ડેશની અંદર આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસના પરોપકારના કાર્યો કરવામાં આવે છે

અનંત અંબાણી

ભારતના સૌથી ધનીક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર તેના ન્યુલી પ્રોજેક્ટ વંતારા થી જખમી થયેલા પ્રાણીઓ ખાસ કરીને હાથી તેમજ વિલુપ્ત થતી પ્રજાતીઓ બચાવવના કાર્યો કરે છે

રતન ટાટા

રતન ટાટાની અધ્યક્ષતા હેઠળ, ટાટા ફાઉન્ડેશન અથવા ટાટા ટ્રસ્ટ ખૂબ પ્રખ્યાત છે.આ ફાઉન્ડેશન પાણી, શિક્ષણ, પોષણના ક્ષેત્રોમાં લોકોને મદદ કરી રહ્યું છે.

માર્ક ઝુકરબર્ગ અને પ્રિસિલા ચાન

ફેસબુક CEO માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા દ્વારા સ્થપાયેલ ચેન ઝુકરબર્ગ ઈન્શીયેટીવ (CZI), શિક્ષણ, વિજ્ઞાન, હાઉસિંગ જેવા ક્ષેત્રોના વિકાસ માટે સકારાત્મક કાર્યો કરી રહ્યા છે.

સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ

સુધા મૂર્તિ અને નારાયણ મૂર્તિ વિજ્ઞાન, શિક્ષણ, કળા અને ખાસ કરીને મહિલા સશક્તિકરણમાં તેમના યોગદાન માટે પ્રખ્યાત છે.

બિલ અને મેલિન્ડા ગેટ્સ

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન એ વિશ્વની સૌથી મોટી, ખાનગી પરોપકારી સંસ્થાઓમાંની એક છે. આ ફાઉન્ડેશન આરોગ્ય, શિક્ષણ, વૈશ્વિક નીતિઓ અને રોજગાર વગેરે માટે કામ કરી રહી છે

બરાક અને મિશેલ ઓબામા

બરાક અને મિશેલ ઓબામા ફાઉન્ડેશન છોકરીઓને સમાન શિક્ષણની તકો અને રેસિમ્ઝને ખતમ કરવા માટે સકારાત્મક કાર્યોમાં જોડાયેલા છે.

એલોન મસ્ક

એલોન મસ્ક ફાઉન્ડેશન 2002માં સ્થાપિત કરવમાં આવ્યું હતું. આ ફાઉન્ડેશન ઊર્જા, અવકાશ સંશોધન, શિક્ષણ અને બાળ આરોગ્ય જેવા વિષયો પર કાર્ય કરવા માટે જાણીતું છે

વોરેન બફેટ

વોરેન બફેટ દ્વારા 1964 સુસાન થોમ્પસન બફેટ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી.આ ફાઉન્ડેશન ગ્લોબલ લેવલ પર પ્રજનન સ્વાસ્થ્ય, ફેમીલી પ્લાનીંગ, ગર્ભપાત અને ગર્ભનિરોધક વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

માઈકલ અને સુસાન ડેલ

યુ.એસ., ભારત અને દક્ષિણ આફ્રિકાના બાળકો અને તેમની ગરીબીમાં રાહત માટે, માઈકલ અને સુસાન ડેલ ફાઉન્ડેશને $2.25 બિલિયનનું વિતરણ કર્યું છે.

બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ

બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝ માઈકલ બ્લૂમબર્ગનું વેલફેર ફાઉન્ડેશન છે. તેમનું આ ફાઉન્ડેશન આરોગ્ય, કળા, સરકારી , પર્યાણવરણ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જામનગર : અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં ચેમ્પિયન્સ ખેલાડીઓએ ગરબાની રમઝટ બોલાવી, જુઓ