મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીનું પ્રી- વેડીંગ ફંકશન જામનગરમાં ધુમઘામથી મનાવાઈ રહ્યુ છે જે હજુ 3 માર્ચ સુધી ચાલશે. આ સ્ટોરીમા આપણે જાણીશું અનંત અંબાણીની ભાવી પત્ની રાધિકા મર્ચન્ટ વિશે જેઓ 12 જુલાઈ એ લગ્ન સંબધમાં જોડાશે.
રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટ અને ઓન્ટયોપ્રોન્યોર શૈલા મર્ચન્ટની નાની પૂત્રી છે. વિરેન મર્ચન્ટ ભારતના ધનીક બિલયોનેરમાંથી એક છે.
રાધિકા મર્ચન્ટે તેનું સ્કુલીંગ પ્રતિષ્ઠીત જોહ્ન કોનન મુંબઈથી કર્યું છે. ત્યાર પછી BD સોમાની ઈન્ટરનેશનલ સ્કુલમાંથી તેમનું ગ્રેજ્યુએશન પુરુ કર્યું છે.
રાધિકા મર્ચન્ટ હાઈર એજ્યુકેશન માટે ન્યુયોર્ક યુનિવર્સિટી માંથી ઈકોનોમીકસમાં ડીગ્રી મેળવી છે.
તેમની ભાવી સાસુમાં નીતા અંબાણીની માફક તેઓ એક ટ્રેઈન્ડ ડાન્સર છે. તેમને 8 વર્ષ નીભા આર્ટ એકેડેમી માંથી ભરતનાટ્યમની ટ્રેનીંગ લીઘી છે.
રાઘિકા મર્ચન્ટ હાલમાં એન્કોર હેલ્થકેર બોર્ડના ડીરેકટરની જવાબદારી સંભાળી રહ્યા છે.
અનંત અંબાણીની જેમ રાઘિકા પણ એનિમલ લવર છે, તેઓ પ્રાણીઓના વેલફેરમાં સકારાત્મક રીતે જોડાયેલા છે.