અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશનની ધમાકેદાર શરૂઆત થઈ, 1 માર્ચની સાંજે અનંત-રાધિકા બગ્ગીમાં આવ્યા હતા.
પાર્ટીની શરૂઆત પહેલા મુકેશ અંબાણીએ વેલકમ સ્પીચમાં ભાવુક થયા અને ક્હ્યું આજે પપ્પા ઉપરથી જામનગર જોઈને ખુશ થશે,કપલે મહેમાનો સાથે કોકટેલ પાર્ટી કરી હતી.
આ ઈવેન્ટમાં ઘણા સ્ટાર્સ પોતાના બેસ્ટ લુકમાં જોવા મળ્યા હતા. પરંતુ બિઝનેસ વુમન નતાશા પૂનાવાલાનો લુક અલગ હતો.
નીતા અને મુકેશ અંબાણી અને તેમના મોટા પુત્ર આકાશ, પુત્રવધૂ શ્લોકા અને પૌત્ર પૃથ્વી સાથે ખુશ મૂડમાં જોવા મળ્યા.
અનંત અંબાણીની દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ કસ્ટમ એટેલિંયર વર્સાચે ગાઉનમાં સુંદર લાગી રહી છે.
કોકટેલ પાર્ટીમાં નતાશા પૂનાવાલા એક અલગ અંદાજમાં જોવા મળી હતી, તેણે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવેલ સિલ્વર ગાઉન સાથે અદભૂત ટોપ વેર પહેર્યું હતું,નતાશાનો આ લુક વાયરલ થઈ રહ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેમના ધર્મ પત્નિ સાક્ષી ધોની તસવીરમાં જોવા મળે છે.
માર્ક અને પ્રિસિલાએ પોતાના માટે મેચિંગ બ્લેક આઉટફિટ પસંદ કર્યો હતો.
જેરેડ કુશનર અને ઈવાન્કા ટ્રમ્પ તદ્દન ટ્રેડિશનલ લુક પસંદ કર્યો હતો તેમાં તેઓ ખૂબ જ રોમાંચિત લાગે છે.
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં સદગુરુ જગ્ગી વાસુદેવ હાજર રહ્યા હતા.
અક્ષય કુમાર અને અજય દેવગન પાર્ટીમાં સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
સૈફ અલી ખાન અને કરીના કપૂર પણ ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યા હતા. બંનેએ તેમના પુત્રો જેહ અને તૈમુર સાથે પોઝ આપ્યો હતો.
પાર્ટીમાં ડ્વેન બ્રાવો અને તેની પત્ની સુંદર પોઝ આપી રહ્યા છે.
જામનગરમાં અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ્લ પટેલે પત્ની સાથે પોઝ આપ્યો હતો.