પેટની ચરબી ને હવે કહો bye bye અને આજે જ શરૂ કરો આ 3 આસનો


By Smith Taral06, Jan 2024 12:55 PMgujaratijagran.com

આજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાવાનું ચલણ ખુબ વધી ગયું છે, તેના લીધે સ્વાસ્થ્ય લગતી ઘણી બીમારીઓ થાય છે. આમાં પેટની ચરબી એક મોટી સમસ્યા છે, જે વધવાથી શરીર બેડોળ દેખાય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે, પણ તમને જણાવી દઈએ કે માત્ર આ 3 આસનો થી તમે પેટની ચરબી ઓછી કરી શકો છો. ચાલો જાણીએ એ 3 આસનો વિશે

ધનુરાસન

પેટ અને પીઠને શેપમાં લાવવા માટે આ આસન ખૂબ સારું માનવામાં આવે છે. આને નિરંતર કરવાથી તમે પેટની ચરબી ઓછી કરી શકો છો, અને તેને ફ્લેટ કરી શકો છો.

કેવી રીતે કરશો ધનુરાસન

સૌપ્રથમ તમારે પેટના બળે જમીન પર આડા પડી જવું હવે ઘુંટણને વાળીને કમર સુધી લાવો હવે તમારા બંને હાથથી પગની આંગળીઓને પકડો માથું, છાતી અને જાંગને ઉપરની બાજુ ઉઠાવો. આ પોઝમાં તમારે 15-20 સેકન્ડ સુધી રહેવાનું છે

ત્રિકોણાસન

આ આસન જાંગને મજબૂત કરે છે, તે સાથે પુરા બોડીમાં બ્લડ સરક્યુલેશન સુધારે છે. આ આસનથી પીઠ દર્દમાં પણ રાહત મળે છે. બોડીને શેપમાં લાવવા માટે આ આસન ખૂબ સરસ છે.

You may also like

બેલી ફેટથી પરેશાન છો? આ 6 વસ્તુઓ ટ્રાય કરો

પેટની ચરબી થશે ઓછી, રોજ કરો આ કસરત

નૌકાસન

આ આસન કરવાથી પેટમાં ખેંચાણ થાય છે. આ આસન નિરંતર કરવાથી તમારા શરીરમાં વધારાની ચરબી બર્ન થઈ શકે છે. આનાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.

નૌકાસન કેવી રીતે કરશો

તમારી પીઠ પર સૂઈ જાઓ અને બંને હાથ અને પગ સીધા રાખી લો. હવે તમારા બંને પગને વાંકા કર્યા વિના કોઈપણ ટેકા વગર સીધા હવામાં ઉંચા કરો. આ પછી, તમારી કમરનો ઉપરનો ભાગ ઉંચો કરો અને હિપ્સને જમીનને અડાડીને રાખો.

કુંભઆસાન

પેટની ચરબી ઘટાડવા માટે આ આસન ખૂબ જ સારું માનવામાં આવે છે. આ કરવું પણ એકદમ સરળ છે, તેનાથી તમારુ શરીર સુડોળ બનશે.

તમે યોગ દ્વારા પણ તમારા ફેટી પેટથી છુટકારો મેળવી શકો છો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી વાંચતા રહી ગુજરાતી જાગરણ.

ઘૂંટણમાં દુખાવાથી પરેશાન છો? આ 5 એક્સરસાઇઝ રોજ કરો