ઘૂંટણના દુખાવાની સમસ્યા વૃદ્ધોથી લઈને હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે. બેઠાળું જીવન, કસરત ન કરવાને લીધે આ સમસ્યા વધી રહી છે. ઘણાં લોકોને જૂની ઈજા, સર્જરીન લીધે પણ આ દુખાવો રહેતો હોય છે, અને ઘણાં સંધિવાથી પીડાતા હોય છે. આ સિવાય ઠંડીને કારણે ઘૂંટણમાં પણ દુખાવો થવા લાગે છે. આ માટે કેટલીક કસરતોની મદદથી આ તકલીફ ને દૂર કરી શકાય છે.
શિયાળામાં ઠંડીને લીધે ઘૂંટણનો દુખાવો વધી જતો હોય છે, એવામાં કસરત કરવી ખૂબ અનિવાર્ય બની જાય છે. પૂરતી એક્સરસાઇઝ કરવાથી ઠંડીના દિવસોમાં સ્ફૂર્તિ આવે છે અને શરીર સ્વસ્થ રહે છે.
બ્રિજ એક્સરસાઇઝ શરીરની કોર સ્ટ્રેન્થને મજબૂત કરે છે. આ શરીરના નીચલા ભાગના દુખાવાને પણ ઓછો કરે છે.
આ એક્સરસાઇઝ કરવાથી ઘુંટણની માંસપેશીઓ મજબૂત થાય છે. આ એક્સરસાઇઝ કરવા માટે તમારે એક બોલને ઘુંટણ વચ્ચે રાખવાનો રહે છે, આ કસરત તમે ઘરે પણ કરી શકો છો.
આ એક્સરસાઇઝ કરવા માટે આગળની તરફ બેન્ડ થઈ, એક પગ પાછળ સ્ટેચ કરો અને બીજા પગ આગળ લાવીન તમારા બંને હાથ ઘુંટણ પર રાખો. આ કસરતથી તમારા શરીરની જકડન ઓછી થશે, અને ઘુંટણના દુખાવામાં પણ રાહત મળશે.
સ્ટેટિક લંજ ઘુંટણના દુખાવામાં રાહત મળે છે. આ કસરતમાં તમારે એક પગને આગળ સ્ટ્રેચ કરવાનો છે અને બીજા પગ ને પાછળ.
જો તમને ઘુંટણને લઈને કોઈ બીજી સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લઈને કસરત કરવી હિતાવહ રહેશે. આ એક્સરસાઇસ કરવા માટે તમે એક્સપર્ટની પણ સલાહ લઈ શકો છો.
જો તમને ઘુંટણના દુખાવો રહેતો હોય તો તમારે આ કસરત કરવી જોઈએ, જે તમને દુખાવામાં રાહત આપશે. સ્ટોરી સારી લાગી હોય તો લાઇક અને શેર કરજો, ને આવિજ હેલ્થ રિલેટેડ સ્ટોરી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ